Mahant Atmahans Sahib has been installed as the 9th Guru of Chittorgarh, replacing the historic Sant Shri Trikam Sahib of Gujarat.

ગુજરાતની ઐતિહાસિક સંતશ્રી ત્રિકમ સાહેબની જગ્યા ચિત્રોડની ૯મી ગુરૂગાદી પર મહંત આત્મહંસ સાહેબ બીરાજમાન થયા

કબીર પરંપરાના મહાન સંતશ્રી ત્રિકમ સાહેબની તપોભૂમિ તેમજ ગુજરાતનુ ઐતિહાસિક યાત્રા ધામ સંતશ્રી ત્રિકમ સાહેબ જગ્યા ચિત્રોડ ના ૯ માં મંહત તરિકે પુજ્ય આત્મહંસ સાહેબ ગુરુ સત્યહંસ સાહેબે સંતો મહંતો તેમજ હજારો શિષ્યોની હાજરીમાં પદભાર સંભાળ્યો છેલ્લા કેટલાય સમયથી ચાલતા વિવાદના કારણે જગ્યાનું સંચાલન પરંપરાગત રીતે વ્યવસ્થિત ન થતું હોવાથી સમસ્ત મેઘવાળ સમાજના લોકો તેમજ જગ્યાના શિષ્યો દ્વારા થોડા સમય અગાઉ સમાજના યુવાનોને જગ્યાનું સંચાલન સોંપ્યા બાદ યુવા સામાજિક આગેવાન અશોકભાઈ રાઠોડની આગેવાની હેઠળ સમિતિની રચના કરી જગ્યાનુ સંચાલન સંભાળ્યા બાદ ગત તારીખ ૨૯ના રોજ ચિત્રોડ ગ્રામજનો તેમજ ગુજરાત પ્રદેશ મેઘવાળ સમાજના લોકો સહિત શિષ્યોની હાજરીમા મહંત આત્મહંસ સાહેબને ધામધૂમથી હાથીની અંબાડી ઉપર સંત ત્રિકમ સાહેબ અને જય ભીમના જયકાર સાથે પુષ્પવર્ષા સાથે નગર યાત્રા નીકળી હતી જે ચિત્રોડ ગામના વિવિધ માર્ગે ફરીને સંતશ્રી ત્રિકમ સાહેબ જગ્યા ખાતે પહોંચતા ગામની દિકરીઓ દ્વારા સામૈયા કર્યા બાદ મહંત આત્મહંસ સાહેબને વિધિવત રીતે ગુરૂગાદી નો પદભાર સોંપ્યો હતો આ અવસરે કચ્છ લોકસભાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા , ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતિ ભારતીબેન મહેશ્વરી, માંડવીના ધારાસભ્ય શ્રી અનિરૂદ્ધભાઈ દવે , કુલદિપ સિંહ વિરેન્દ્રસિંહ જાડેજા , ચિત્રોડ ગામના સરપંચ શ્રી કુલદિપ સિંહ જાડેજા , ગુજરાત મહેશ્વરી મેઘવાળ સમાજ ના પ્રમુખ નરેશભાઇ મહેશ્વરી, યુવા ભીમ સેના પ્રમુખ ડીડી સોલંકી સહિત રાજ્યકિય તેમજ સામાજિક આગેવાનોએ હાજરી આપી સંતશ્રી ત્રિકમ સાહેબના મંદિરે દર્શન કરી પુજ્ય આત્મહંસ સાહેબના આશિર્વાદ મેળવ્યા હતા. રાત્રે સમુહ ભોજન સન્માન સમારોહ યોજાયો હતો જેમાં સંતશ્રી ત્રિકમ સાહેબી જગ્યાને પાછી સમાજને અપાવા મજબૂત લડત આપનાર તમામ યુવાઓનુ પુજ્ય આત્મહંસ સાહેબે સન્માન કરી આશિર્વાદ આપ.યા હતા અને ગુજરાત મેઘવાળ સમાજના આગેવાનો તેમજ સંત શ્રી ત્રિકમ સાહેબ ના શિષ્યો દ્વારા યુવાઓની કામગીરી ને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો ત્યાર બાદ સંતવાણી તેમજ પ્રબોધન નું આયોજન કરાયું હતું જેમાં આગેવાનો દ્વારા પ્રસંગને અનુલક્ષીને ઉદબોધન કરાયું હતું આ સભાને સંબોધતા યુવા સામાજિક આગેવાન અને સંતશ્રી ત્રિકમ સાહેબ જગ્યા ચિત્રોડ સંચાલન સમિતિના અધ્યક્ષ અશોકભાઈ રાઠોડે જણાવ્યું હતું કે યુવાઓને જે જવાબદારી સમાજે આપી હતી એ આજે અમે પુર્ણ કરી છે અને ભવિષ્યમાં પણ સમાજની પરંપરા અને સંતો મહાપુરુષોની વિચારધારાનુ જતન કરવા અમારી યુવા ટીમ સંકલ્પબદ્ધ છે સમાજમાં શિક્ષણ અને ભાઈચારો વધે એ પ્રયત્ન સાથે અમારા યુવાઓ કામ કરી રહ્યા છે સાથે સાથે સમાજ પર થતા અન્યાય અત્યાચારને ડામવા અને સંતો મહાપુરુષોની વિચારધારા ઘર ઘર સુધી પહોંચવા અમે સતત પ્રયત્નશીલ છીએ માતાઓ બહેનો ના આશીર્વાદ, વડીલોના માર્ગદર્શન તેમજ યુવાઓના સાથ સહકારથી અમે કોઈ પણ પ્રકારના લોભ લાલચ કે ભય અને શ્રેય લીધા વગર હંમેશા ન્યાય માટે મજબુતાઈથી લડતા રહેવું રહેશુ આ વેળાએ સંતશ્રી ત્રિકમ સાહેબ સંપ્રદાય ની વિવિધ જગ્યાઓના મહંતો , સાધુ સંતો સાથે સામાજિક આગેવાનો ,જયંતીભાઈ જાદવ , ભરતભાઇ મકવાણા , શિવજીભાઈ ગોહિલ, મંગાભાઈ ગોહિલ, સુદરભાઈભાઈ ચૌહાણ , દિલીપભાઇ ગોહિલ, કાંતિલાલ રાઠોડ , માલસીભાઈ પરમાર , હસમુખભાઈ ગોહિલ, ભાણજીભાઈ ડુગરીયા, સુરેશભાઈ ચૌહાણ , વેરશીભાઈ સોલંકી , ખીમજીભાઈ રાઠોડ , મેઘજીભાઈ ગોહિલ, ધર્મેશભાઈ સોલંકી, વશરામભાઇ સોલંકી, કિશન કુમાર મકવાણા, ચંદુભાઈ સોલંકી, દિનેશભાઇ ભાખરીય, વિનોદભાઈ પરમાર, મનસુખભાઇ પરમાર , બાબુભાઈ મકવાણા, તુષારભાઈ ગણેશન, રવજીભાઈ ચૌહાણ, હમીરભાઇ વાઘેલા , મનુભાઈ ચૌહાણ, તરૂણચંદ્ર સોલંકી, ભરતભાઇ મકવાણા, ભગવાનભાઈ વાઘેલા , હરીભાઈ ગોહિલ, વગેરે કચ્છ- ગુજરાત મેઘવાળ સમાજના લોકો તેમજ જગ્યાના શિષ્યો સહિત હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!