
ગાંધીધામ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તહેવારોને ધ્યાને રાખી લોકોને સલામત ખોરાક મળી રહે માટે તા. ૧૫-૯થી તા. ૧૫-૧૦ એટલે કે એક માસ દરમ્યાન મહાનગરપાલિકામાં આવેલા વિસ્તારો જેવા કે અંતરજાળ, મેઘપર – બોરીચી, મેઘપર કુંભારડી, ગાંધીધામ શહેર અને આદિપુર વિસ્તાર માંથી કુલ ૩૨ જેટલા ખાધ પદાર્થના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમા પનીર, ગાયનું દૂધ, ભેસનું દૂધ, પેંડા, સમોસા, લક્કડિયા, નાનખટાઈ, ચોકલેટ, ખારી, વિવિધ મીઠાઇ અને ફરસાણના નમુના લઈ લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલામાં આવ્યા છે. તેમજ આ કામગીરી આવનારા દિવસોમાં પણ ચાલુ જ રહેશે. ખાધ પધાર્થના વિક્રેતાઓને એફ.એસ.એસ.એ.-૨૦૦૯ અને તે અન્વયેના નિયમો મુજબ જરૂરી સ્વચ્છતા અને ખોરાકની ગુણવત્તા જાળવવા મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે.
