A condolence meeting was held at Anjar Municipal Corporation to pay tribute to the former councilor.

પૂર્વ કાઉન્સિલરને શ્રધ્ધાંજલી આપવા માટે અંજાર નગર પાલિકા મધ્યે શોકસભા યોજાઈ

અંજાર નગરપાલિકામાં કાઉન્સિલર તરીકે સેવા આપી ચૂકેલા સ્વ. જેરામભાઈ ભગવાનજીભાઈ રાવરિયા (બબા કાકા) નું દુઃખદ અવસાન થતા અંજાર નગરપાલિકામાં શોકની લાગણી ફેલાઈ હતી સદગતને શ્રદ્ધાંજલિ આપવા માટે અંજાર નગરપાલિકાના શાસક પક્ષના નેતા શ્રી નિલેશગિરિ મોરારગિરિ ગોસ્વામી ના અધ્યક્ષસ્થાને તેમની ચેમ્બર મધ્યે એક શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શોક ઠરાવનું વાંચન કરતા શાસક પક્ષના નેતાશ્રી નિલેશગિરી ગોસ્વામી એ જણાવ્યું હતું કે, “અંજાર નગરપાલિકામાં સને.૧૯૯૦ થી સને.૧૯૯૪ સુધી કાઉન્સિલર તરીકે તેમણે સેવા આપી હતી. તારીખ ૨૪-૧૧-૨૦૨૫, સોમવાર ના રોજ સ્વ.જેરામભાઈ ભગવાનભાઈ રાવરિયા (બબાકાકા) નું નિધન થતા અંજાર નગરપાલિકાના પદાધિકારીઓ, સદસ્યગણ તથા સમગ્ર અધિકારીઓ અને કર્મચારીગણ એ શોકની લાગણી અનુભવી હતી. સદગતશ્રી ના પવિત્ર અને દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચીર શાંતિ આપે તેમજ તેમના પરિવાર પર આવી પડેલ કારમા આઘાતને સહન કરવાની શક્તિ આપે એ જ પ્રભુ પ્રાર્થના.” શોક ઠરાવના વાંચન બાદ બે મિનિટનું મૌન પાડી સદગતના માનમાં કચેરીનું કામ કાજ બંધ રાખવામાં આવ્યું હતું આજની આ શોકસભામાં નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરીયા, દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર, કાઉન્સિલર મયુરભાઈ ખીમજીભાઈ સિંધવ અને શ્રીમતી લીલાવંતીબેન પ્રજાપતિ, કચેરી અધિક્ષક શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ, દીપકભાઈ કોડરાણી,શ્રીમતી જયશ્રીબેન મહેતા, બીનાબેન સીતાપરા, શકુંતલાબેન રાઠોડ, પ્રકાશભાઈ રોશિયા, શંકરભાઈ સિંધવ, નિશાંતભાઇ ગજ્જર, વિજય વરસાણી, અનિલભાઈ ત્રિપાઠી, મયુરભાઈ હેરમા, દેવેનભાઈ વ્યાસ, ધવલભાઇ થરાદરા, મયુરભાઈ યાદવ, વિપુલભાઈ ઓઝા, મયુરધ્વજસિંહ જાડેજા, ગુંજનભાઇ પંડ્યા, પ્રતિપાલસિંહ જાડેજા, હરેશભાઈ હંસ, કિશનભાઇ પ્રજાપતિ, ખેરાજભાઈ મહેશ્વરી, ચૈતાલીબેન રાઠોડ, જ્યોતિબેન સોરઠીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ – વિજય માતંગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!