Three people will get new life from two kidneys and one liver of brain dead Sharda Maheshwari from Toda village of Mundra

મુંદરાના ટોડા ગામના બ્રેઈન ડેડ શારદા મહેશ્વરીની બે કીડની અને એક લિવરથી ત્રણને મળશે નવજીવન મહેશ્વરી સમાજના આગેવાનોની સમજાવટથી પરિવારે કર્યું અંગદાન

મુંદરાના ટોડા ગામના ૩૩ વર્ષિય શારદાબેન શંકરભાઈ આયડી (મહેશ્વરી)ની જીવન જ્યોત આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાયમ માટે ઓલવાઈ ગઈ છે.પરંતુ, પાર્થિવ દેહનો ત્યાગ કરતાં પૂર્વે અંગદાન થકી તેમની બે કીડની અને એક લિવર મૃત્યુ સામે ઝઝૂમતાં ત્રણ દર્દીઓની જીવન જ્યોતને ઝળહળાવી જશે.થોડાંક દિવસ અગાઉ શારદાબેન ઘરે હતા ત્યારે અચાનક બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. તેમને ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં હતા. તબિયત વધુ ગંભીર બનતા શારદાબેનને મંગળવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા ગઈકાલે તબીબોએ તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો.શારદાબેનને બ્રેઈન ડેડ જાહેર કરાતાં સિવિલ હોસ્પિટલમાં કાર્યરત અંગદાનની ટીમે હોસ્પિટલમાં હાજર શારદાબેન સ્વજનો તથા કચ્છમાં રહેલા તેમના માતા લક્ષ્મીબેન, પિતા કાનજીભાઈ સીજુ અને અન્ય સગાં લીલબાઈ કે. આયડી, હંસાબેન આર. આયડીને સમજાવ્યા હતા. ત્યારે પરિવારનાં સભ્યોએ અંગદાનની મનાઈ કરતા હોસ્પિટલની અંગદાનની ટીમે કચ્છ ખાતે મહેશ્વરી સમાજના આગેવાનો નવીનભાઈ બુધારામ હિંગણા, પુંજાભાઈ, ભરતભાઈ પુંજાભાઈ આયડી, અરવિંદભાઈ હધુભાઈ આયડી, ગોવિંદભાઈ આયડી વગેરે ને થતાં નવીનભાઈએ ‘અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ’ ના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ ‘દાદા’નો સંપર્ક કરી હોસ્પિટલ ખાતે હાજર શારદાબેન સ્વજનો તથા કચ્છમાં રહેલા તેમના માતા લક્ષ્મીબેન, પિતા કાનજીભાઈ સીજુ અને અન્ય સગાં લીલબાઈ કે. આયડી, હંસાબેન આર. આયડીને સમજાવીને અંગદાન માટે સંમતિ મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!