કચ્છ જનરલ મજદૂર સંઘ દ્વારા દિવાળી મહોત્સવ ઉજવણી કરાઈ

કચ્છ જનરલ મજૂર સંઘ દ્વારા કાર્ગો મજદૂર ભવન પરિસરમાં આનંદ અને ઉત્સાહપૂર્વક દિવાળી મહોત્સવ ઉજવાયો હતો. સંસ્થાના મહામંત્રી વંદના મિશ્રાના માર્ગદર્શન હેઠળ શ્રમિકો કાર્યકરોએ અને કાર્ગો સ્લમ વિસ્તારના શ્રમિકો ના બાળકો સાથે દિવાળી ઉજવી હતી.કાર્યક્રમ દરમિયાન મહામંત્રી વંદના મિશ્રા દ્વારા શ્રમિકોને દિવાળી બોનસ અને ભેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છ જનરલ મજદૂર સંઘ સંચાલિત શ્રીશાંતિ વિદ્યાપીઠ પ્રાથમિક શાળાના બાળકો અને તેમના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બાળકો દ્વારા ફુલઝડી અને પટાકડાં ફોડી આનંદપૂર્વક દિવાળી ઉજવાઈ હતી.આ પ્રસંગે કાળી માતાના મંદિરે આરતી અને પૂજા પણ યોજાઈ હતી. કાર્યક્રમમાં મજૂર સંઘના કાર્યાલય સચિવ મુકેશ ભરવાડ, કોષાધ્યક્ષ કંચનલતા સિદ્ધુ, યુવા અધ્યક્ષ પપ્પુ પાસવાન, મહિલા ઉપાધ્યક્ષ સિતાદેવી તથા રાણી પાસવાન, મહિલા વિભાગ મહામંત્રી અર્ચના શ્રીવાસ્તવ, તેમજ આશાદેવી, મુક્તાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
