પ્રથમ કન્યા વર્ણજમાં સન્માન સમારોહ સાથે ભવ્ય દાંડીરાસ યોજાઈ, ધર્મગુરુ સાથે સામાજિક આગેવાનોનું સન્માન કરાયું



અંજારના ભાદ્રોઈ ગામે સમુહ લગ્ન સમિતિ યોજાયેલા પ્રથમ સમુહ લગ્નમાં ૧૪ નવ દંપતિ એ પ્રભુતામ પગલા પાડ્યા હતા. આ પ્રસંગે અંજાર તાલુકાનાં ધર્મગુરુ ખીમજી ધનજી માતંગે નવ દંપતિઓને આશિષ વચનો આપ્યા હતા. તેમજ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી દ્વારા સમુહ લગ્ન થકી સમાજમાં આર્થિક ખર્ચનો બચાવ થાય છે તેમજ સમાજને જોડવાનું એક ઉદાહરણ ઉત્તમ કાર્ય છે જેથી આવા સમુહ લગ્ન ને ધારાસભ્ય દ્વારા ખાસ આયોજન માટે સમુશ લગ્ન સમિતિને આવા સફળ આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે ૧૪ નવદમપતિને ગામના તલાટી મહાદેવાભાઈ તાત્કાલિક સ્થાનિકે આવીને લગ્ન નોંધણી કરી આપી તેમને લગ્ન નોંધણી અંગેનાં પ્રમાણપત્ર આપ્યા હતા.આવેલ અને નવદપતિઓ ને પ્રભુતામાં પગલા પાડવા સમિતિ દવારા આર્શીવાદ આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન સમુહ લગ્ન સમિતિના પ્રમુખ ભીમજીભાઈ સાથે સામાજિક આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતુ. તેમજ આ સમૂહ લગ્નને સફળ બનવવા સમિતિ સાથે અંજાર તાલુકા મહેશ્વરી સમાજનાં આગેવાનો દ્વારા પણ ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ લગ્ન કન્યાવણજ માં અંજાર તાલુકાના તમામ મહેશ્વરી સમાજના પ્રમુખશ્રીઓ તેમજ અગ્રણીશ્રીઓએ પોતાનો સાથ સહકાર આપવા બદલ સમિતિ દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમસ્ત ભાદ્રોઈ મહેશ્વરી સમાજ દ્વારા આ કન્યા વણજ ને સફળ બનાવવા માટે સાથે સહકાર આપવા બદલ સર્વે સમાજ સાથે રાજકીય આગેવાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
