કોંગ્રેસ દ્વારા અપાયેલી ૪૮ કલાકની ચિમકી બાદ રાપર નગરપાલીકા હરકતમા આવી

રાપર નગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ સત્તાપક્ષ ભાજપનાં ચૂંટાયેલા કાઉન્સિલરો સહિતનાં આગેવાનોએ શહેરની સફાઈ કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી, પરંતુ તે ખાતરીની અમલવારી કરવામાં આવતી ન હોય તેમ શહેરના આથમણાનાકા, ત્રંબો ચોકડીથી પ્રાગપર જતા માર્ગે એપીએમસી રોડ સહિતના વિસ્તારોમાં છેલ્લા જ દોઢ બે મહિનાથી સતત ઉભરાતી ગટરથી આ રહેવાસીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા હતા ગટરની નદીઓ દૂર દૂર વહી દુર્ગંધો ફેલાવી રહી હતી જેથી નગરમા ગંદકીનું સામજ્ય જોવા મળી રહ્યું હતું .તેનાં દૂષિત પાણી સતત રોડ પર ચારેય બાજુ બહાર વહી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી ગટર ઉભરાતી હોવાથી આખા વિસ્તારમાં ગંદા પાણીની નદી વહી રહી છે, જેના કારણે લોકોને ખુબ જ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે,લોકોનું ચાલવું મુશ્કેલ બન્યું છે તો દુર્ગંધ દૂર દૂર સુધી ફેલાઈ રહી હતી .ઉભરાતી ગટરોના લીધે ગંદકી ફેલાતી હોવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા લોકોને આરોગ્ય અંગેની સમસ્યાવર્તાઈ રહી હતી આ સમસ્યાથી પિડીત વિવિધ વિસ્તારોના લોકો સત્વરે કામગીરી હેતુ સતત નગરપાલિકા તેમજ ચુંટાયેલા જન પ્રતિનિધિઓ પાસે રજુઆત કરી રહ્યા હતા પણ સમસ્યા ઘટવાના બદલે દિન પ્રતિદિન વધવા લાગી હતી પાલીકા દ્વારા સતત લોકોની રજૂઆતને નજર અંદાજ કરાતા રાપર કોંગ્રેસ પ્રમુખ અશોક રાઠોડ રોષે ભરાયાં હતાં અને ગટરના ખાબોચીયા ઉપર જ ઉભીને વિડિયો મારફતે રજુઆત કરી ચુંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી તંત્રની ઝાટકણી કાઢી હતી અને ભાજપના કાઉન્સિલરો ઉપર કટાક્ષ કરતા કહ્યું હતું કે જો લોકોની સમસ્યાઓ બાબતે અવાજ ન ઉપાડી શકતા હોવ તો તમારે ચુંટણી લડવાનો કોઈ અધિકાર નથી માત્ર મીટિંગ મા આંગળી ઉંચી કરવા કરતાં કોઈ જન સમસ્યા મુદ્દે આંગળી પણ ચીંધો બાકી રાજકારણમાં નમાલા નેતાઓ ન ચાલે એવુ ખરૂં ખોટુ સંભળાવી ઉભરાતી ગટરોની સમસ્યાનુ આગામી ૪૮ કલાકમાં સમાધાન નહીં કરાય તો નગરપાલિકા કચેરીએ ધરણા પર બેસવાની ચિમકી ઉચ્ચારી હતી જેને ગંભીરતા લઈ સુધરાઈ ગણતરીના કલાકો માં જ હરકતમા આવી હતી અને પાલીકાના તમામ સંસાધનો કામે લગાડી ખુદ સુધરાઈના પ્રમુખ સ્થળ પર આવીને કામ શરૂ કરાયું હતું તેમજ કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ રાઠોડે સ્થળ પર જઈ કામનું નિરીક્ષણ કરી ત્વરિત કામગીરી કરવા બદલ સુધરાઈનો આભાર વ્યક્ત કર્યો હતો આમ સતત બે મહિનાથી ઉભરાતી ગટરોના કારણે પડતી મુશ્કેલીનો અંત આવ્યો હતો. રાપર કોંગ્રેસ પ્રમુખની ચિમકી બાદ તરત કામગીરી શરૂ થતાબે મહિનાથી પરેશાન વિસ્તારના લોકોની સમસ્યાનુ સમાધાન કરાવવા બદલ વિસ્તારના લોકોએ અશોકભાઈ રાઠોડનો આભાર વ્યક્ત કર્યો હતો આ સમગ્ર બાબતને લઈને રાપરના રાજકારણ અને લોકોમાં એ ચર્ચાનો વિષય બન્યો હતો કે બે મહિનાઓથી રજૂઆતો કરાઈ રહી હતી અને દર્જનો વાર તો ભાજપના ચુંટાયેલા પ્રતિનિધિઓએ પણ આજ થશે કાલ થશે જ કરતા રહ્યા પણ એમના ના થયું અને પોતાના આક્રમક નિવેદનોથી જાણીતા, અને હંમેશા વાગડના પ્રાણ પ્રશ્ને સરકારને ઘેરતા યુવા નેતા અશોકભાઈ રાઠોડની એક જ ચિમકી માં કામ થઈ થતાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો
