ગાંજો આપનાર વિરમગામનો શખ્સ અને અંજારનાં ત્રણ ગ્રાહક સામે ગુનો નોંધાયો

પુર્વ કચ્છ એસ.ઓ.જી પોલીસે બાતમી આધારે મુળ મુળી સુરેન્દ્રનગરનો ૫૦ વર્ષીય મહેન્દ્રસિંહ ભુપાલસિંહ ઉર્ફે ભુપતસિંહ પરમારનાં અંજારનાં મેઘપર કુંભારડી ખાતે નેન્સી-૬ સોસાયટીમાં આવેલા રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે1 આરોપી મહેન્દ્રસિંહને ૧.૧૪ લાખની કિંમતનાં ૧૧.૪૦૦ કિ.ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો. જેમાં પોલીસે આરોપી પાસેથી ગાંજાનાં જથ્થા સાથે ડિજિટલ વજન કાંટો અને એક મોબાઈલ ફોન સહીત કુલ રૂ. ૧,૨૦,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આરોપી મહેન્દ્રસિંહની પુછપરછ કરતા તેણે જણાવ્યુ હતુ કે, પોતે ગાંજાનો જથ્થો વિરમગામનાં કોઈ અજાણ્યા શખ્સ આપી ગયો હોવાનું જણાવ્યુ હતુ. તેમજ તેણે આ ગાંજો અંજારનાં દબડા રોડ પાસે રહેતા વિજય ગઢવી અને તેનો ભાઈ રામ ગઢવી તેમજ દાઉદ નામના શખ્સને ગાંજો આપવાનો હતો. જેથી પોલીસે પકડાયેલા આરોપી સહીત ચાર લોકો સામે એન.ડી.પી.એસની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપી મહેન્દ્રસિંહ સામે અગાઉ મુન્દ્રા પોલીસ મથકે પણ વર્ષ ૨૦૧૮માં એન.ડી.પી.એસની કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે.
રિપોર્ટ – વિજય માતંગ
