
Anjar : Matiya nagar yuva group : અંજાર મધ્યે મતિયા નગર યુવા ગ્રુપ તેમજ સમાજના સાથ-સહકારથી મતિયા દેવ મેળા મહોત્સવ-૨૦૨૫નો ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો. જેમાં સાંજે ૫ વાગ્યે ગરબી ચોકથી મતિયા દેવ મંદિર સુધી સામૈયું ભવ્ય શોભાયાત્રા રૂપે યોજાયું હતું. આ પ્રસંગે અંજાર મહેશ્વરી સમાજ ધર્મગુરુ ખીમજીદાદા માતંગ, લક્ષ્મણદાદા માતંગ, નવીનદાદા માતંગ, કિશોરભાઈ મહારાજ અને ધર્મગુરુઓની ઉપસ્થિતિથી કાર્યક્રમને પવિત્રતા અને ઉત્સાહ મળ્યો હતો. સાંજે ૭-૩૦ વાગ્યે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ રાત્રે ૧૦ વાગ્યે જ્ઞાનવાણી કાર્યક્રમ તથા ૧૧ વાગ્યે દાંડિયારાસ યોજાયા હતો.

