સંવિધાન દિવસ નિમિત્તે ડો. બાબાસાહેબ આંબેડકર જી ની પ્રતિમા પાસે સંવિધાન નું વાંચન – પૂજન અંજાર નગર પાલિકા દ્વારા કરાવવામાં આવ્યું
અંજાર :
ભારતીય સંવિધાનના ઘડવૈયા શ્રી ડો. બાબાસાહેબ આંબેડકરજીના નેતૃત્વમાં તા.૨૬ નવેમ્બર ૧૯૪૯ ના રોજ ભારતની બંધારણ સભાએ બંધારણ સોપ્યું જેને ભારત સરકારે તા.૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ સ્વીકાર કરેલ. જેને અનુલક્ષીને તા.૨૬ નવેમ્બરના દિવસે ભારત સરકાર દ્વારા “રાષ્ટ્રીય કાયદા દિવસ” અને “બંધારણ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જેના ઉપલક્ષમાં રાજ્ય સરકારશ્રીના આદેશ અનુસાર તા.૨૬-૧૧-૨૦૨૫ ના બુધવારે ડો. બાબા સાહેબ આંબેડકરજી ની પ્રતિમા, દેવળિયા નાકા પાર્ક, અંજાર મધ્યે ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણના રાજ્ય મંત્રી માનનીયશ્રી ત્રિકમભાઈ બી. છાંગા સાહેબના માર્ગદર્શન હેઠળ અને નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ ડી. કોડરાણીના અધ્યક્ષસ્થાને હારારોપણ અને સંવિધાન વાંચન અને પૂજન કરી સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉદબોધન કરતા અંજાર તાલુકા ભાજપ મહામંત્રી કાનજીભાઈ જીવાભાઇ આહિરે જણાવ્યું હતું કે, આપણો દેશ આઝાદ થયો ત્યારે આ નવા બંધારણનું ઘડતર કરવામાં આવેલું. આજની પેઢીને ભારતના બંધારણનો ઇતિહાસ સમજાય અને બંધારણનું મહત્વ સમજાય તેના ભાગરૂપે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રતિવર્ષ આ દિવસને “બંધારણ દિવસ” તરીકે ઉજવવાની જાહેરાત કરેલી. તેના ભાગરૂપે પ્રતિ વર્ષ આ કાર્યક્રમ યોજાય છે.
કાર્યક્રમનું સંચાલન શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી એ અને આભારવિધિ સામાજીક ન્યાય સમિતિના ચેરમેન શ્રી મયુરભાઈ ખીમજીભાઈ સિંધવે કરી હતી.
આજના કાર્યક્રમમાં પ્રમુખ વૈભવભાઈ કોડરાણી, શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી, દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર, ધર્મગુરૂ શ્રી ખીમજીભાઈ માતંગ, કાઉન્સિલરો સર્વશ્રી બહાદુરસિંહ જાડેજા, ડાયાલાલભાઈ મઢવી, વિનોદભાઈ ચોટારા, મયુરભાઈ ખીમજીભાઇ સિંધવ, પ્રીતિબેન માણેક, કુંદનબેન જેઠવા, કંચનબેન બાંભણીયા, ગાયત્રીબા ઝાલા, પુષ્પાબેન ટાંક, કચેરી અધિક્ષક શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ, શહેર ભાજપ મહામંત્રી ક્રિપાલસિંહ રાણા, કાનજીભાઈ જીવાભાઈ આહિર, શિક્ષણ સમિતિ ચેરમેન બલરામભાઇ જેઠવા, અશ્વિનભાઈ પંડ્યા, અલ્પેશભાઈ દરજી, હરીશભાઈ વેગડ, પ્રકાશ દેવેનભાઈ રોંશિયા, જયશ્રીબેન મહેતા, બીનાબેન સીતાપરા, મંજુલાબેન ચૌહાણ, સોનલબેન મહેતા, કપિલભાઈ સોરઠીયા, નટુભાઈભાઈ કાઠેચા, પુનમભાઈ ધુવા, હિતેષભાઇ ગજ્જર, ડાયાલાલભાઈ રાઠોડ, આંબાભાઈ રબારી, કલ્પેશભાઈ આહીર, મેહુલભાઈ આહીર, મંગલ ધુવા, સંદીપાબેન સોની, શંભુભાઈ આહીર, બળવંતભાઈ ગઢવી, કૃણાલભાઈ આચાર્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરીયા અને કચેરી અધિક્ષક ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ પ્રકાશભાઈ રોંશિયા, જીતેન્દ્રભાઈ જોશી, તેજપાલભાઈ લોચાણી, વિનોદભાઈ શામળીયા, વગેરેએ જહેમત ઉઠાવી હતી.
