મુંબઈને બોલરોના જોરે મળી પહેલી જીત:કોલકાતાને 8 વિકેટે હરાવ્યું; રહાણેએ કહ્યું- અમે ખરાબ બેટિંગ કરી

મુંબઈ ઈન્ડિયન્સે તેમના બોલરોના ઉત્કૃષ્ટ પ્રદર્શનના દમ પર 18મી સીઝનમાં પોતાની પહેલી જીત નોંધાવી છે. સોમવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા, KKR 116 રનમાં ઓલઆઉટ થઈ ગયું. મુંબઈએ 13મી ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું.

મુંબઈ વતી આઈપીએલમાં ડેબ્યૂ કરનાર ફાસ્ટ બોલર અશ્વિની કુમારે 4 વિકેટ ઝડપી હતી. દીપક ચહરે 2 વિકેટ લીધી. બેટિંગમાં, રાયન રિકેલ્ટને અડધી સદી ફટકારી, જ્યારે વિલ જેક્સે 30 રન બનાવ્યા. કોલકાતા તરફથી અંગક્રિશ રઘુવંશીએ 26 રન બનાવ્યા. ટીમ તરફથી બંને વિકેટ આન્દ્રે રસેલે લીધી.

મેચ એનેલિસિસ 5 પોઈન્ટમાં…

1. પ્લેયર ઓફ ધ મેચ

મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી અને 7 બોલમાં 2 વિકેટ ઝડપી. અજિંક્ય રહાણે અને અંગક્રિશ રઘુવંશી સેટ છે. ચોથી ઓવરના પહેલા જ બોલ પર અશ્વિની કુમારે રહાણેને પેવેલિયન મોકલી દીધો. ત્યારબાદ તેણે રિંકુ સિંહ, મનીષ પાંડે અને આન્દ્રે રસેલની મોટી વિકેટો લીધી. તેના પ્રદર્શનથી KKRના બેટ્સમેન બેકફૂટ પર આવી ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *