૧૧ પોલીસ મથકોએ ઝડપેલા માદક પદાર્થના જથ્થાને ભચાઉની કંપનીમાં નાસ કરાયો .
પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ કચ્છમાં અલગ અલગ પોલીસ મથકોમાં કુલ ૧૧ ગુનામાં ઝડપાયેલા માદક પદાર્થ નાર્કોટિક્સ મુદ્દામાલનાં જથ્થાનો પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. જેમાં ડ્રગ્સ ડિસપોઝલ કમીટીનાં અધ્યક્ષ અને પૂર્વ કચ્છનાં એસ.પી સાગર બાગમારની અધ્યક્ષતામાં ૨૬.૦૪ કી.ગ્રામ ગાંજો, ૫.૨૭૨ ભાંગની ગોળીઓ, ૨૦૨.૭૧ પોષ ડોડા પાવડર, ૬૮.૪૫૩ પોષ ડોડા ઠાલીયા, ૭૩.૭૯ ગ્રામ હેરોઇન અને ૧૨૮.૩૫૦ કોકેઈન સહીત કુલ રૂ. ૧,૭૬,૦૦,૫૯૭ નાં મુદ્દામાલનો ભચાઉનાં જુના કટારીયા ગામની સીમમાં આવેલી સોરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનાં ઇન્સીરેશન પ્લાન્ટ (ભઠ્ઠી)માં મુદ્દામાલ નાખી સળગાવી વૈજ્ઞાનિક પદ્ધતિથી પર્યાવરણને નુકશાન ન થાય એ રીતે ૧૧૦૦ સેલ્સિયન્સનાં તાપમાનમાં નાશ કરી દેવામાં આવ્યો હતો.