ગ્લુટામાઈનની ઊણપ ઈમ્યૂનિટીને નબળી પાડશે:શરીરમાં જ ઉત્પન્ન થતું આ એમિનો એસિડ સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ, સપ્લિમેન્ટ લેતાં પહેલાં ડોક્ટરને પૂછો

આપણા શરીરને સ્વસ્થ રહેવા માટે ઘણાં પોષક તત્ત્વોની જરૂર હોય છે. તેમાંથી કેટલાક આપણે આપણાં ભોજન મારફતે મેળવીએ છીએ અને કેટલાક આપણું શરીર જ ઉત્પન્ન કરે છે. તેમાંથી એક ગ્લુટામાઈન નામનું એમિનો એસિડ પણ છે. શરીર તેને પોતે ઉત્પન્ન કરતું હોવાથી તેને અલગથી લેવાની જરૂર નથી. ગ્લુટામાઈન એક આવશ્યક એમિનો એસિડ છે, જે પાચન તંત્ર, રોગપ્રતિકારક શક્તિ અને સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

મલ્ટિડિસિપ્લિનરી ડિજિટલ પબ્લિશિંગ ઇન્સ્ટિટ્યૂટ (MDPI)માં પ્રકાશિત થયેલા એક અહેવાલ અહેવાલ મુજબ, ગ્લુટામાઈન સપ્લિમેન્ટ્સ સ્નાયુઓની રિકવરી અને ઈજાઓના ઝડપી ઉપચારમાં મદદ કરી શકે છે.

એટલા માટે રમતવીરો, બોડીબિલ્ડરો અથવા સખત મહેનત કરતા લોકો ગ્લુટામાઈન સપ્લિમેન્ટ્સ લે છે. ઉપરાંત કેટલીક મેડિકલ કન્ડિશનમાં પણ તે જરૂરી છે. જોકે, ડૉક્ટરની સલાહ વિના ગ્લુટામાઈન સપ્લિમેન્ટ્સ લેવાથી નુકસાન થઈ શકે છે.

આજે ‘તબિયતપાણી‘માં આપણે શરીર માટે જરુરી એમિનો એસિડ વિશે વાત કરીશું. સાથે જ જાણીશું કે-

  • ગ્લુટામાઈન શું છે?
  • સ્વાસ્થ્ય માટે ગ્લુટામાઈન કેટલું ફાયદાકારક છે?

ગ્લુટામાઈન શું છે?

ગ્લુટામાઈન શરીરના વિવિધ ભાગોમાં નાઇટ્રોજન પહોંચાડવામાં મદદ કરે છે, જે પ્રોટીન બનાવવા અને કોષોને યોગ્ય રીતે કાર્યરત રાખવા માટે જરૂરી છે. પૂરતા પ્રમાણમાં ગ્લુટામાઈન વિના શરીરમાં ઘા ઝડપથી રૂઝાતા નથી અને સ્નાયુઓ તથા હાડકાં નબળાં રહે છે. ગ્લુટામાઈનની ઊણપ રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે, જેનાથી ઘણી બીમારીઓ થઈ શકે છે. એકંદરે, ગ્લુટામાઈન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

આ પરિસ્થિતિઓમાં શરીરને વધુ ગ્લુટામાઈનની જરૂર હોય છે.

શરીરને કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં ગ્લુટામાઈનની વધુ જરુર હોય છે. જેમ કે-

  • જ્યારે શરીરમાં કોઈ ઈજા થઈ હોય અથવા કોઈ સર્જરી કરવામાં આવી હોય.
  • જ્યારે કોઈ વ્યક્તિ કોઈપણ ચેપ કે રોગથી પીડાઇ રહી હોય.
  • જ્યારે કોઈ લાંબા સમય સુધી ભારે કસરત કરે છે.
  • જ્યારે કોઈ વ્યક્તિ તણાવમાંથી પસાર થઈ રહી હોય.
  • જ્યારે વ્યક્તિનું પાચનતંત્ર ખરાબ હોય.

શરીર માટે ગ્લુટામાઈન અત્યંત ફાયદાકારક

ગ્લુટામાઇન શરીર માટે અત્યંત ફાયદાકારક છે. ગ્લુટામાઈનના કારણે બીમારીની ઝડપી સારવાર, રોગપ્રતિકારક શક્તિ અને રિકવરી થતી હોવાથી ઘણીવાર હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને તેનાં સપ્લિમેન્ટ્સ આપવામાં આવે છે.

બાયોમેડ સેન્ટ્રલ (BMC) જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, ગ્લુટામાઈન કોલેસ્ટેરોલ લેવલને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ઉપરાંત તે શરીરમાં બ્લડ શુગર અને ઈન્ફ્લેમેશનને પણ વધવા દેતું નથી.

ગંભીર ઈજા, બળતરા કે ઈન્ફેક્શનના સમયે શરીર સામાન્યરીતે જેટલું ગ્લુટામાઈનનું ઉત્પાદન કરે છે, તેનાથી વધુ ગ્લુટામાઈનની જરુર હોય છે. તે સમયે ગ્લુટામાઈન સપ્લિમેન્ટ બળતરાને ઓછી કરી, રિકવરીને ઝડપી બનાવવા ઘા રુઝાવામાં મદદ કરે છે.

MDPI માં પ્રકાશિત એક સમીક્ષા અહેવાલ મુજબ, કેન્સરથી પીડિત લોકોમાં ગ્લુટામાઈનનું સ્તર ઓછું હોય છે. આવી સ્થિતિમાં તેના સપ્લિમેન્ટ સ્વસ્થ કોષોના કાર્યને ટેકો આપીને અને ઈન્ફ્લેમેશન ઘટાડીને કેન્સરના કોષોને રોકવામાં મદદ કરી શકે છે. જોકે, તેની અસર કેન્સરના પ્રકાર અને તબક્કા પર આધાર રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *