ગાંધીધામનાં ગોપાલપુરીમાં આવેલા દિનદયાલ મહિલા શશક્તિકરણ કેન્દ્રમાં પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અવરનેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગોપાલપુરમાં રહેતી મહિલાઓને સાયબર ક્રાઇમ અંગે માહિતગાર કરી તેનાથી બચવા જરૂરી સૂચન આપવામાં આવ્યા હતા. સાયબર ક્રાઇમનાં પી.આઈ અર્જુનસિંહ એ જાડેજા અને સ્ટાફનાં અધિકારીઓ દ્વારા મહિલાઓને સાયબર ફ્રોડથી બચવા તેમજ સાયબર ફ્રોડની નવી નવી રીતો અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ તેમના થી બચવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. પોતાના મોબાઈલ ફોનમાં અજાણી એપ્લિકેશન ન વાપરવા અને બેન્ક એકાઉન્ટ અને અન્ય એપ્લિકેશન માં મજબૂત પાસવર્ડ રાખવા અને ટુ સ્ટેપ વેરિફિકેશન રાખવા માટે અનુરોધ કરવાનાં આવ્યો હતો. આ સાયબર ક્રાઇમ અવરનેશ કાર્યક્રમનો બહોળી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો હતો.
